Posts

Showing posts from June, 2017

શું નેતાઓં ‘શ્રી રામ’ જેવા ગુણ કેળવશે ?

Image
-જનકસિંહ ઝાલા કોઈ પણ વ્યક્તિ નેતા છે એટલે તેનામાં સફળ નેતૃત્વના ગુણો ભરેલા જ હોઈ તેવું કદી પણ ન કહી શકાય પરંતુ હા જેનામાં સફળ નેતૃત્વ કરવાની ક્ષમતા છે તે અચૂક નેતા બની શકે છે. ભગવાન શ્રી રામનું જ દ્રષ્ટાંત લઈ લો. રામ પોતાના જે ગુણોના કારણે પ્રજાના પ્રિય રાજા બન્યાં તેમાનો એક ગુણ સફળ નેતૃત્વનો પણ હતો. આવતીકાલે સમગ્ર દેશમાં ભગવાન રામની જન્મજયંતી હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જો આજના નેતાઓ રામના ચરિત્ર પરના કેટલાક ગુણોને આત્મસાત કરે તો આ યુગમાં ફરીથી રામ રાજ્યની સ્થાપના થઈ શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.  (1) નેતૃત્વને ટીમ સ્પિરીટ ક્વોલિટી : સીતાહરણ બાદ જંગલમાં રામ માટે સેનાની રચના કરવી અત્યંત કઠીન કાર્ય હતું પરંતુ નેતૃત્વ ક્ષમતાના જોરે તેમણે વાનરોને એકઠા કર્યા, સાથે જ ટીમ ભાવનાથી યુદ્ધમાં પણ વિજય મેળવ્યો. શીખ : મોરચા પર એકલા લડવાને બદલે ટીમ પર વિશ્વાસ રાખવાનું શીખો. (2) કાર્ય પ્રત્યે ગંભીરતા : સીતાથી અલગ થવાના કપરા સમયમાં પણ રામ વ્યાકુળ ન થયાં અને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખીને તેમણે સીતાને પરત લાવવાની નીતિ બનાવી. ક

અનાથ અમરેન્દ્રને મા સ્વરૂપે મળી ‘શિવગામી’!

Image
-જનકસિંહ ઝાલા   માં બનવું અને માતૃત્વ મેળવવું એમ તો બન્નેમાં કોઈ અંતર નથી પરંતુ શાબ્દિક અર્થોથી દૂર રહીને આ વિષય પર વિચાર કરવામાં આવે તો માતૃત્વ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય નસીબદાર સ્ત્રીઓને મળે છે. માતૃત્વ નારીના જીવનનું સર્વોત્કૃષ્ટ ગૌરવ છે. કવયિત્રી મહાદેવી વર્માના શબ્દોમાં ‘આપણે ત્યાં બધી માતાઓ છે પરંતુ માતૃત્વ મેળવી ચૂકેલી માતાને શોધવી કઠીન છે.’ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના એ અનાથ બાળકનું નસીબ ખૂલ્યું છે કારણ કે તેને માતૃત્વ ની ચાસણીમાં પ્રેમના રસનો જબોડીને અપાર લાડ લડાવનારી માં મળી છે. મૂળ પૂણેમાં જન્મેલી અને સાઉથમાં કન્નડ, તમીલ અને તેલુગુ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનારી અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ કાઠિયાવાડ બાલાશ્રમમાંથી માત્ર પાંચ માસના બાળકને દત્તક લીધો છે. ડિમ્પલ ‘અવિવાહિત છે છતાં ‘સીંગલ મધર’ બનાવાની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે બેબી મારા ખોળામાં સોંપવામાં આવ્યું ત્યારે જે અપારઆનદનો અનૂભવ થયો તે આજદિન સુધીમાં ક્યારેય પણ થયો નથી. ‘સીંગલ’ હોવા છતાં બાળકને દત્તક લેવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો ? આ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, દરેક

સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

Image
-જનકસિંહ ઝાલા સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીને સુખડીનો થાળ જ કેમ ધરવામાં આવે છે ? તે પ્રશ્ન ઘણા હરિભક્તોને થાય પરંતુ તેની પાછળ એક અનેરો મહિમા અને રોચક ઈતિહાસ સંકળાયેલો છે. શાત્રી હરિપ્રકાશ અથાણાવાળા જણાવે છે કે, વર્ષો પૂર્વે સાળગપુરના પટેલો વ્યાપાર અર્થે ગાડાઓ લઈને ધોલેરા ગયાં હતાં. એ સમયે ધોલેરા બંદર હતું. ત્યાના સ્વામિનારાયણ મંદિરે તેઓએ રાતવાસો કર્યો, મંદિરના સંતોને સાળગપુર આવવાની ઈચ્છા દર્શાવી પરંતુ એક ઈર્ષાળુ વ્યક્તિની કાન ભંભેરણીને લીધે આ હરીભક્તો સંતોને લીધા વગર જ સાળગપુર ચાલ્યાં ગયાં.  શાત્રીજી ઉમેરે છે કે, સંતોના અનાદરનો ભોગ સાળગપુર બન્યું. ગામમાં દુષ્કાળ પડયો. એ સમયે સ.ગુ.શ્રી. ગોપાળાનંદ સ્વામી સત્સંગ-પ્રચારાર્થે વિચરણ કરતાં બોટાદ પધાર્યા હતાં. ગામના દરબાર વાઘા ખાચરે તેમને આ કફોડી પરિસ્થિતિથી વાકેફ કર્યા અને કહ્યું અમારે બે પ્રકારના કાળ પડયાં છે. 3 વર્ષથી વરસાદ નથી અને બીજુ ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે સંતો આવતાનથી. તેમની મનોવ્યથા જાણીને આર્ષદૃષ્ટા સ્વામીજીએ કહ્યું કે, તમારા આર્થિક દુ:ખ ટાળવા અમે દેવ આપીશું તેમણે તુરંત અનંત જીવોના દૂ:ખ દૂર કરે તેવા કષ્ટભંજન

સાળંગપુર હનુમાનજીનો પ્રસાદ એટલે ‘પ્રભુ’ના સાક્ષાત દર્શન !

Image
-જનકસિંહ ઝાલા ‘પત્રં, પુષ્પં, ફલં, તોયં યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મન: !’ ભગવાન શ્રીકૃષ્ણ કહ્યું છે કે, જે કોઈ ભક્ત મારા માટે પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ આદિ અર્પણ કરશે, એ શુદ્ધ બુદ્ધિ, નિષ્કામ પ્રેમીનું પ્રેમપૂર્વક અર્પણ કરેલુ તે પત્ર-પુષ્પાદિમાં સગુણ રૂપમાં હું પ્રકટ થઈને પ્રીતિ સહિત આરોગીશ. કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, પ્રસાદનો શું અર્થ થાય છે. ‘પ્ર’ એટલે પ્રભૂના, ‘સા’ એટલે કે, સાક્ષાત અને ‘દ’ એટલે દર્શન. સૌરાષ્ટ્રના દરેક ધર્મસ્થાનોમાં પ્રસાદનું અલગ-અલગ વૈવિધ્ય છે પરંતુ એ પ્રસાદ ભગવાનથી લઈને તેના ભક્તો સુધી તે જે રૂપમાં તૈયાર થયો છે તે જ રૂપમાં પહોંચે તો તેને ‘મહાકર્મ’ ગણવામાં આવે છે. આ ‘મહાકર્મ’માં સાળંગપુર તિર્થધામ સાંગોપાંગ પાર ઉતર્યું છે.  ગુજરાતના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલા વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં વર્ષોથી ચાલતા અન્નક્ષેત્રમાં રોજના 5000થી લઈને 7000 હરિભક્તો આવે છે. એમાંય હનુમાનજીના દિવસો એટલે કે શનિવાર, મંગળવાર અને રવિવારે તો આ આંકડો 18,000 સુધી પહોંચી જાય છે અને પૂનમમાં દિવસે

સિનેમાના પડદા પર ‘હનીટ્રેપ’ !

Image
 -જનકસિંહ ઝાલા ગુજરાતના વલસાડ-ડાંગના ભાજપના સાંસદ કે.સી.પટેલે તાજેતરમાં જ પોતાને એક મહિલા દ્વારા ચલાવવામાં આવતી ગેંગે ‘હનીટ્રેપ’માં ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં ચાલે છે પરંતુ તેનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે . વાસ્તવિક જીવનમાં છાશવારે સામે આવતા ‘હનીટ્રેપ’ના કિસ્સાઓ અને એ પાછળનું સત્ય જાણવા માટેની લોકોની રૂચિને ધ્યાનમાં લઈને હોલીવુડ અને બોલીવુડના નિર્માતા-નિર્દેશકોએ પણ આ વિષયને કેન્દ્રસ્થાને રાખી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. આજદિન સુધીમાં સિનેમાના પડદે એવી કેટલીયે ફિલ્મો સામે આવી છે જેમાં કોઈ મિશન પર નિકળેલી મહિલા દોસ્તીની આડમાં ન તો સામેની વ્યક્તિ પાસેથી માહિતીઓ એકત્ર કરે છે પરંતુ ઘણીવાર કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તેના હાથમાં આવી જાય છે. કેટલાક કેસોમાં આ મહિલાઓ સામેની વ્યક્તિ સાથે માત્ર મીઠી-મીઠી વાતો જ નથી કરતી પરંતુ પ્રેમનું નાટક કરી પોતાના શિકારને પણ બ્લેકમેઈલ કરે છે. જો શિકાર બનનારી વ્યકિતનો કોઈ આપત્તિજનક ફોટોગ્રાફ અથવા ખાસ વાતચીત કે કોઈ ડિટેઈલ હાથમાં લાગી જાય તો તેને જગજાહેર કરવાની ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરે તે વ્યક્તિની મુખેથી