Posts

Showing posts from May, 2017

‘હિન્દી મીડિયમ’...સ્કૂલ ચલે હમ !

Image
-જનકસિંહ ઝાલા તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા... તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા... સૂરજ જેસે ચમકેંગે, દેખે હે સાડ્ડી અખીંયાને એક સપને અમરાને... ‘ગરીબી-મીડલ’ ક્લાસને જોડતી પાતળી રેખાની અધ્ધવચ્ચે લટકીને ઉભેલા અને ‘એઈટીઝ’ આસપાસ જન્મેલા મારા સહિતના અનેક યુવાનોએ નાનપણમાં અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં ભણવાના સ્વપ્નાઓ અચૂક સેવ્યાં હશે. સાચુ ને ? અને કેટલા લોકોના એ સ્વપ્નાઓ સાકાર થયાં ? સાલુ લાઈફટાઈમનો વસવસો રહી ગયો કે, અંગ્રેજી મીડિયમમાં ભણી ન શક્યાં, હોશિયાર તો હતાં પણ પૈસા નતાં. એ સમયે ‘આરટીઈ’ આવ્યું હોત તો માં કસમ કોઈની પણ સરકાર કેમ ન હોત ? એ સરકારના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોટીલા ચાલીને જવાની માનતા અચૂક રાખી હોત. અંગ્રેજી મીડિયમના એ ક્લાસની પ્રથમ બેચમાં બેસવા માટે રહી ગયેલો વસવસો હજુ પણ આ લેખકડાના દિલને કોરી ખાય છે પણ જ્યારથી ‘હિન્દી મીડિયમ સ્કૂલ’ જોઈ ત્યારથી એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, પરિસ્થિતિ જૈસૈ થે જ છે...ફર્ક એટલો છે કે, અમારી વખતે જેઓ માટે ભણતર મિશન હતું તે આજની સ્કૂલો માટે કમિશન બની ગયું છે. કોઈ મિશનરી સ્કૂલ (રાજકોટમાં સ્વૈચ્છાએ ફી વધારવા માટે કુખ્યા

‘જાનેમન’ તૂં કેમ બની કટપ્પા..?.:) :) :) :)

Image
-જનકસિંહ ઝાલા પ્રેમ શું છે ? ક્યાંક એવું નથી કે, આપણી કંઈક અલગ જ અનુભૂતી કરીએ છીએ અને તેને પ્રેમ સમજીએ છીએ. પ્રેમ એટલે બસ શુદ્ધ પ્રેમ, સાચો પ્રેમ..એવો પ્રેમ જે ક્યારેય વધતો પણ નથી અને ઘટતો પણ નથી, હમેશા એક સરખો જ રહે છે. કોઈકે સાચુ જ કહ્યું છે કે, પ્રેમ તો આપવાની વસ્તુ છે ન કે લેવાની, ‘વી ઓલવેઝ ટ્રાઈ ટુ ફાઈન્ડ એ લવ ફ્રોમ અધર પીપલ્સ’ જીવનભર આપણે સામેની વ્યક્તિઓ પાસેથી પ્રેમ શોધીએ છીએ..પ્રેમ માંગીએ છીએ અને જેઓ પ્રેમ આપણે ઈચ્છીએ છીએ તેવ ો ન મળે ત્યારે નિરાશ થઈ જઈ છીએ.. માન્યુ કે, કરૂણા કે વેદનાની કોઈ લિપી કે ભાષા હોતી નથી પણ એની અભિવ્યક્તિ માટે સર્જક પોતાની અનૂભૂતિને કોઈને કોઈ લિપી કે ભાષામાં આકાર આપે છે. એટલા માટે પ્રેમમાં નિષ્ફળ થયેલા પ્રેમીઓ શાયર અને કવિઓ બની ગયાંના આપણે ત્યાં દાખલા છે. એક સમયે જેને ‘ડાર્લીગ’, ‘એજન્લ’, ‘બેબી’, ‘સ્વીટહાર્ટ’, ‘જાનૂ’ ન જાણે કેટલાયે લાડકવાયા નામથી આપણે બોલાવતા હતાં એ જ પ્રેમિકાને હવે બેવફાનો ખિતાબ મળી જાય છે. બેવફાઈનો એ જોરદાર ફૂંકાયેલો પવન જ્યારે સાચા પ્રેમરૂપી મૂળીયાઓને જડથી ઉખાડી નાખે ત્યારે કોઈપણ પ્રેમીને તેની પ્રેમિકા માત્ર અભ