ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?
નવરાત્રિ એટલે યુવાઓનો પર્વ. ઢોલના ઢબકારે અને તાલીઓના સથવારે ઝૂમવાનો પર્વ. હાથથી હાથ મિલાવીને ગરબે રમવાનો પર્વ. નવ દિવસ સુધી આનંદ-કિલોલ કરતા અને એક બીજાના સંગાથે ડાંડિયાના તાલ મિલાવતા-મિલાવતા ક્યારેક ક્યારેક આ યુવાઓના દિલના તાર પણ એક-બીજા સાથે મળી જતાં હોય છે. આ નવ દિવસમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા આ રંગરસીયાઓ પ્રેમના નામે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનો ભોગ અંતે માત્ર અને માત્ર યુવતીઓને બનવું પડે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો એ વાત આપને જરૂર જાણવા પડશે કે, નવરાત્રિ પૂર્ણ થયાં બાદ યુવતીઓમાં ગર્ભપાતના કેસોમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. હવે તો અહીંના ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે પણ એ વાત સ્વીકારી છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભપાતમાં કેસોમાં આશરે 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. અહીં પ્રશ્ન જરૂર થાય છે કે, આખરે એવા તે ક્યાં કારણો છે જેના કારણે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યાં છે. સુંદર દેખાવાની હોડ ? નવ દિવસ સુધી અન્ય સ્ત્રીઓથી ચડિયાતી દેખાવાની લહાયમાં યુવતીઓ ભપકાદાર મેકઅપ અને પરિધાન પહેરે છે જે કોઈ પણ યુવકનું