Posts

Showing posts from September, 2009

પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી

Image
પાંચુ ગોપાલ પાલ, કોલકાતાનો એક એવો મૂર્તિકાર જેણે આજથી 30 વર્ષ પૂર્વે ધંધા-રોજગાર માટે મધ્યપ્રદેશનાં ઈંદૌર શહેરની રાહ પકડી. કોઈકે એને કહેલું કે, ભાઈ કોલકાતામાં મૂર્તિ બનાવવા કરતા અહીં ઈંદૌર આવીને માતાજીની મૂર્તિઓ બનાવશો તો નાણાની સાથોસાથ નામના પણ મળશે. બસ એ જ દિવસ અને એ ઘડીએ બગાળના આ મૂર્તિકારે પોતાનું વતન છોડ્યું અને ઈંદૌર આવીને અહીંના બંગાલી ચૌરાહા (બગાળી ચોક) વિસ્તાર પાસે જ નાનકડો એક તંબૂ નાખીને મૂર્તિ બનાવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં મૂર્તિઓને ખરીદનારા ગ્રાહકો ખુબ જ ઓછા મળતાં કારણ કે, એ સમયે ઈંદૌરમાં દૂર્ગાપૂજાનું કોઈ ખાસ એવું ચલણ ન હતું. ધીરે ધીરે સમય બદલાયો અને પાંચુ ગોપાલનું નસીબ પણ. ઈંદૌરી લોકો ગણેશોત્સવની સાથોસાથ દૂર્ગાપૂજાની પણ ઉજવણી કરતા થયાં. આદ્યશક્તિની ભકિતમાં ડૂબવા લાગ્યાં. એક સમયે પૂરા નવરાત્રિ મહોત્સવમાં માત્ર 10 થી 12 મૂર્તિઓ વેંચીને પોતાનું ગુજરાન ચલાવનાર પાંચુ ગોપાલ હવે 100-150 મૂર્તિઓ બનાવવા લાગ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે, પાંચુ ગોપાલ આ કામમાં એકલા પહોંચી શકતા નથી તેમણે મૂર્તિ બનવવા માટે અન્ય છ કારીગરોને કામ પર રાખ્યાં છે. ઈંદૌરમાં રોજી-રોટી મળી રહેતા બગાળના અન્ય મૂ…

ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?

Image
નવરાત્રિ એટલે યુવાઓનો પર્વ. ઢોલના ઢબકારે અને તાલીઓના સથવારે ઝૂમવાનો પર્વ. હાથથી હાથ મિલાવીને ગરબે રમવાનો પર્વ.

નવ દિવસ સુધી આનંદ-કિલોલ કરતા અને એક બીજાના સંગાથે ડાંડિયાના તાલ મિલાવતા-મિલાવતા ક્યારેક ક્યારેક આ યુવાઓના દિલના તાર પણ એક-બીજા સાથે મળી જતાં હોય છે. આ નવ દિવસમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા આ રંગરસીયાઓ પ્રેમના નામે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનો ભોગ અંતે માત્ર અને માત્ર યુવતીઓને બનવું પડે છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો એ વાત આપને જરૂર જાણવા પડશે કે, નવરાત્રિ પૂર્ણ થયાં બાદ યુવતીઓમાં ગર્ભપાતના કેસોમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. હવે તો અહીંના ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે પણ એ વાત સ્વીકારી છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભપાતમાં કેસોમાં આશરે 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. અહીં પ્રશ્ન જરૂર થાય છે કે, આખરે એવા તે ક્યાં કારણો છે જેના કારણે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યાં છે.

સુંદર દેખાવાની હોડ ?
નવ દિવસ સુધી અન્ય સ્ત્રીઓથી ચડિયાતી દેખાવાની લહાયમાં યુવતીઓ ભપકાદાર મેકઅપ અને પરિધાન પહેરે છે જે કોઈ પણ યુવકનું મ…

ક્યાં છે એ કાગડો...?

Image
''હજુ પણ યાદ છે શૈશવના એ સ્મરણો જ્યારે ગામમાં આવેલા અમારા મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને દાદાની પડખે હું સૂતો રહેતો. સવાર પડતા જ જ્યારે સુરજ દેવતા પૂર્ણ કળાએ ખિલતા ત્યારે તેમના તેજસ્વી પ્રકાશથી નાની નાની મારી આંખો ખુલતી.ફળિયામાં જ દાદાએ પશુ-પક્ષીઓને ચણવા માટે એક ચબુતરો બનાવડાવેલો
જ્યાં કાબર, કાગડો, પોપટ, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ પોતાનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરવા આવી ચડતા. આ બધા પશુઓના મધુરવ કલરવ વચ્ચે કાગડાનો કાં...કાં...કાં જેવો કર્કશ અવાજ એક એલાર્મ ક્લોકનું કામ કરતો અને ન ઈચ્છવા પડતા આ અવાજથી ત્રસ્ત થઈને મારે ઉઠવું પડતું. અચાનક જ એ કાગડો ઘરના નળિયા પર બેસીને કાં..કાં કરવા લાગતો ત્યારે પોતાના એક હાથે નાકમાં છીંકણી ભરીને કાગડા તરફ ઘરડી આંખોને ફેરવીને મારી દાદી પોતાની વહૂઓ એટલે કે મારી મમ્મી અને કાકીઓને કહેતી કે, 'આજે ઘરે કોઈ મહેમાન આવવાનું છે, જલ્દી રસોઈ બનાવી રાખશો જુઓને આ કાગડો સવારથી કાં..કાં કરી રહ્યો છે.''

સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ…

ને..રેડ્ડી સૌને રડતા મૂકી ગયાં..

Image
પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે જેની કલ્પના તેણે જીવતા રહેતા પણ કરી નથી હોતી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ડો. યેદુગુલી સાંદિનતી રાજશેખર રેડ્ડી જેને લોકો મોટાભાગે 'વાઈએસઆર' ન રૂપે જાણતાં રહ્યાં તેમનું ગુરૂવારે એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં તેમના અંગત સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મૃત્યુ નિપજ્યું. કોંગ્રેસે એક એવો નેતા ગુમાવ્યો જેણે એક પાયાનો પથ્થર બનીને દિવસ રાત જોયા વગર પાર્ટી અને પોતાના રાજ્યની તન, મન અને ધનથી સેવા કરી હતી.

રેડ્ડીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પ્રદેશના અલગ અલગ ભાગોમાં 60 થી વધું લોકો મૃત્યુ પામ્યાં. 12 લોકોએ પોતાના પ્રિય મુખ્યમંત્રીની અણધારી વિદાયથી આપઘાત કરી લીધો જ્યારે અન્ય લોકોનું હ્રદય રોગના કારણે મૃત્યુ નિપજ્યું.

રાયલસીમાં ક્ષેત્રના પછાત ગણાતા પેલીવેંદુલા ગામમાં 8 જુલાઈ 1949 ના રોજ જન્મેલા રે…