Posts

Showing posts from May, 2009

''નકશો તો આપમેળે બન્યો''

Image
એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો.

થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''


તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીત…

સમયની કીમત

આજના વ્યસ્ત જીવનમાં વ્યક્તિ હમેશા કહેતો ફરે છે કે, 'ભાઈ ટાઈમ ક્યાં છે ?'' આમ જોઈએ તો તેઓ સાચુ જ કહે છે. કારણ કે, આજના સમયમાં કોઈની પાસે સમય નથી. પરંતુ સમયની સાચી કીમત છે એ તમે જાણો છો ? ચાલો હું જ જણાવી દઉ. દરેક વ્યક્તિ માટે સમયની કીમત અલગ-અલગ પ્રકારે હોય છે. નીચા ઉદાહરણો જ તપાસી જુઓ..

એક મહિનાની કીમત એ માતાને પુછો જેણે એક પ્રીમેચ્યોર (અર્ધવિક્સીત) સંતાનને જન્મ આપ્યો.

એક સપ્તાહની કીમત કોઈ સાપ્તાહિક વર્તમાન પત્રને સંપાદકને પુછો.

એક કલાકની કીમત પ્રેમીઓને પુછો જેઓ એકબીજાને મળવા માટે હમેશા આતુર રહે છે.

એક મિનિટની કીમત એ વ્યક્તિને જઈને પુછો જેની ટ્રેન છુટી ગઈ છે.

એક સેક્ન્ડની કીમત એને પુછો જે દુર્ઘટનાનો ભોગ બનતા બચ્યો છે.

એક મિલી સેકન્ડની કીમત એ વ્યક્તિને પુછો જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું છે.

'અટામણ' અને મારો પરિચય...

મિત્રો મારુ નામ જનકસિંહ ઝાલા છે. વ્યવસાયે પત્રકાર છું. રાજકોટના દૈનિક વર્તમાન પત્ર ફૂલછાબમાં કાર્યરત છું. આજે તમારે સામે એક નવો ગુજરાતી બ્લોગ લઈને આવી રહ્યો છું. નામ થોડુ વિચિત્ર જરૂર રાખ્યું છે 'અટામણ'.

તમે બધા અટામણ શબ્દનો સાચો અર્થ તો જાણતા જ હતો. ચાલો હું જણાવી દઉ. 'અટામણ' એટલે રોટલી, થેપલા વણવા સાથે વપરાતો અને અંતે નકામો જતો કોરો લોટ.

મગજમાં આ શિર્ષક જ ઉચિત લાગ્યું. કારણ કે, અહીં રોટલી, થેપલા અર્થમાં મેં મારા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને ધ્યાનમાં રાખી અને નકામા લોટ ને સ્થાને આ માહિતીની બાદ બાકી રહેતો ઉપસંહાર કેન્દ્રસ્થાને રાખ્યો.બની ગયુંને અટામણ...