ને..રેડ્ડી સૌને રડતા મૂકી ગયાં..
પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે જેની કલ્પના તેણે જીવતા રહેતા પણ કરી નથી હોતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ડો. યેદુગુલી સાંદિનતી રાજશેખર રેડ્ડી જેને લોકો મોટાભાગે 'વાઈએસઆર' ન રૂપે જાણતાં રહ્યાં તેમનું ગુરૂવારે એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં તેમના અંગત સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મૃત્યુ નિપજ્યું. કોંગ્રેસે એક એવો નેતા ગુમાવ્યો જેણે એક પાયાનો પથ્થર બનીને દિવસ રાત જોયા વગર પાર્ટી અને પોતાના રાજ્યની તન, મન અને ધનથી સેવા કરી હતી. રેડ્ડીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પ્રદેશના અલગ અલગ ભાગોમાં 60 થી વધું લોકો મૃત્યુ પામ્યાં. 12 લોકોએ પોતાના પ્રિય મુખ્યમંત્રીની અણધારી વિદાયથી આપઘાત કરી લીધો જ્યારે અન્ય લોકોનું હ્રદય રોગના કારણે મૃત્યુ નિપજ્યું. રાયલસીમાં ક્ષેત્રના પછાત ગણાતા પેલીવેંદુલા ગામમાં 8 જુલાઈ 1949 ના રોજ જન્મ