અનાથ અમરેન્દ્રને મા સ્વરૂપે મળી ‘શિવગામી’!
-જનકસિંહ ઝાલા માં બનવું અને માતૃત્વ મેળવવું એમ તો બન્નેમાં કોઈ અંતર નથી પરંતુ શાબ્દિક અર્થોથી દૂર રહીને આ વિષય પર વિચાર કરવામાં આવે તો માતૃત્વ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય નસીબદાર સ્ત્રીઓને મળે છે. માતૃત્વ નારીના જીવનનું સર્વોત્કૃષ્ટ ગૌરવ છે. કવયિત્રી મહાદેવી વર્માના શબ્દોમાં ‘આપણે ત્યાં બધી માતાઓ છે પરંતુ માતૃત્વ મેળવી ચૂકેલી માતાને શોધવી કઠીન છે.’ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના એ અનાથ બાળકનું નસીબ ખૂલ્યું છે કારણ કે તેને માતૃત્વ ની ચાસણીમાં પ્રેમના રસનો જબોડીને અપાર લાડ લડાવનારી માં મળી છે. મૂળ પૂણેમાં જન્મેલી અને સાઉથમાં કન્નડ, તમીલ અને તેલુગુ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનારી અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ કાઠિયાવાડ બાલાશ્રમમાંથી માત્ર પાંચ માસના બાળકને દત્તક લીધો છે. ડિમ્પલ ‘અવિવાહિત છે છતાં ‘સીંગલ મધર’ બનાવાની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે બેબી મારા ખોળામાં સોંપવામાં આવ્યું ત્યારે જે અપારઆનદનો અનૂભવ થયો તે આજદિન સુધીમાં ક્યારેય પણ થયો નથી. ‘સીંગલ’ હોવા છતાં બાળકને દત્તક લેવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો ? આ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, દરેક