અનાથ અમરેન્દ્રને મા સ્વરૂપે મળી ‘શિવગામી’!
-જનકસિંહ ઝાલા
મૂળ પૂણેમાં જન્મેલી અને સાઉથમાં કન્નડ, તમીલ અને તેલુગુ ફિલ્મમાં
અભિનયના ઓજસ પાથરનારી અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ કાઠિયાવાડ બાલાશ્રમમાંથી
માત્ર પાંચ માસના બાળકને દત્તક લીધો છે. ડિમ્પલ ‘અવિવાહિત છે છતાં ‘સીંગલ
મધર’ બનાવાની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે બેબી
મારા ખોળામાં સોંપવામાં આવ્યું ત્યારે જે અપારઆનદનો અનૂભવ થયો તે આજદિન
સુધીમાં ક્યારેય પણ થયો નથી. ‘સીંગલ’ હોવા છતાં બાળકને દત્તક લેવાનો વિચાર
કેવી રીતે સ્ફૂર્યો ? આ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, દરેક
દંપત્તી કે જેઓનું એક બાયોલોજીકલ ચાઈલ્ડ હોઈ તો તેઓએ પણ એક બાળકને દત્તક
લેવું જોઈએ એ જ સાચી સમાજ સેવા છે. મને જ્યારે આ વિચાર આવ્યો ત્યારે મે
મારી માતા તેમજ નયના ચોપડે તેમજ અન્ય પરિવારનો સભ્યોને જણાવ્યું તો તેઓ પણ
ખૂશ થયાં.
બાળકનું નામ શુ રાખશો ? આ પ્રશ્નના જવાબમાં તેમણે
હસતાં-હસતાં જણાવ્યું હતું કે, હજુ સુધી નક્કી કર્યુ નથી પરંતુ અત્યારે
બાહુબલી ફિલ્મ ખૂબ જ હીટ થઈ છે. મેં તેનું નામ ‘અમરેન્દ્ર’ રાખવાનું
વિચાર્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન
રિર્સોસ ઓથોરિટી (કેન્દ્રિય દત્તક સંસ્થા)માં ડિમ્પલ ચોપડેએ બાળક દત્તક
લેવા માટે અરજી કરી હતી. એ સસ્થાએ કાઠિયાવાડ બાલાશ્રમના બાળકનો ફોટો અને
રાજકોટનું સરનામું આપ્યું હતું. ડિમ્પલબેનને બાળક પસંદ પડયું અને માત્ર એક
માસમાં તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એ બાળક સંસ્થા દ્વારા
તેમને સોંપવામાં આવ્યું છે.
બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં 1175 બાળકોને દત્તક લેવાયાં
સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસંધાને બાળકની ઓળખ છૂપાવવા ચહેરો બ્લર કર્યો છે.
(ફૂલછાબમાં અગાઉ છપાયેલી સ્ટોરી)
Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833