આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?

સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ અસંખ્ય લોકો બની ચૂક્યાં છે. ગુજરાતમાં એક એનઆરઆઈ દંપત્તિ પણ ખંડિત થયું છે. છેલ્લે ચેન્નઈમાં એક ચાર વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યાં બાદ આ જીવલેણ બીમારીનો મૃતાંક છ એ પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો ઉપર જવાની શક્યતા છે. આજે ઘણા બધા લોકો એવા છે જે સ્વાઈન ફ્લૂ વિષે જાણતા નથી. તાજેતરમાં નાગપુરના ઈંડિયન મેડિકલ એશોશિએસનને સ્વાઈન ફ્લૂ સંબધિત અમુક માહિતી રજૂ કરી હતી. જે હું આપ સુધી પહોંચાડી રહ્યો છું. એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ? એચવનએનવન (H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વા યરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે. માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિ...