Posts

Showing posts from September 2, 2017
નગરસેવકે તાળા તોડી લોકો માટે ‘જાજરૂ’ ખોલાવ્યાં ! -જનકસિંહ ઝાલા આપણી જૂની ફિલ્મોમાં કોઈ જમીનદારે ગરીબ ખેડૂતો પાસેથી પડાવીને પોતાના મોટા કોઠારોમાં સાચવેલુ અનાજ અને બાદમાં લોકો માટે એ કોઠારોના તાળા તોડનારા સુપરનાયકોને આપણે જોયા છે પરંતુ ક્યારેય એ ધાન ખાધા પછી પેટમાં વધેલા કચરાના નિકાલ માટે શૌચાલય ખૂલ્લા કરાવતો કોઈ ભડવીર જોયો ખરો ? કહેવા સાંભળવામાં હાસ્યાસ્પદ લાગતી આ વાત જ્યારે વાસ્તવિક જીવનમાં ઘટે તો ? ખરેખર એવો ઘટનાક્રમ બન્યો છે. તાળા તોડનારો સુપરનાયક ભાજપનો છે કે,કોંગ્રેસનો કોર્પોરેટર એ વાતમાં મારે પડવું નથી પણ હુ અચૂક કહીશ કે, તે ‘ફૂલપ્રૂફ’ પ્રજાનો સેવક સાબીત થયો છે. રાજકોટ પર આ વખતે મેઘરાજાએ મન ભરીને હેત વરસાવ્યું છે. ડેમોમાં નવા નીરની સાથોસાથ જમીનના તળ પણ ઉંચા આવ્યાં છે. જો કે, આ વરસાદે કેટલાક ચહેરા પર ખૂશી તો કેટલાક ચહેરાઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી અને વિનાયક સોસાયટીની જ વાત લઈ લો, વરસાદને પગલે આ બન્ને સોસાયટીમાં લોકોના ઘર સૂધી પાણી ઘૂસી ગયાં, પાણી ચોખ્ખુ હોય તો ઠીક પરંતુ અહીં તો રૂમ અને રસોડા સુધી ભૂર્ગભ ગટરનું પાણી

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!

Image
હાય ફ્રેન્ડ્સ ! મને ઓળખ્યો હું છુ વિકાસ..હું હવે ખરેખર ગાંડો થયો છું..આખરે કેમ ન થાઉ ? પાગલ થવા માટે મારે કોઈનું સર્ટીફિકેટ લેવાની જરૂર નથી... ‘નોટબંધી’ વખતે પેલા નેતાઓએ મારા નામ પર ખૂબ હલાવ્યું..સાલાઓએ કહ્યું કે, દેશમાંથી કાળુ નાણું પાછુ લાવવું છે, આંતકવાદનો સફાયો કરવો છે અને જૂની નોટોને ચલણમાંથી પાછી ખેંચવી છે..આ બધુ થશે તો જ દેશનો વિકાસ થશે..પણ થયું શું ? રિર્ઝવ બેન્કના જે આંકડા સામે આવ્યાં તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે, માત્ર એક ટકા નોટોને બાદ કરતા તમામ નોટો બેન્કમાં જમા થઈ ચૂકી હતી.તો પછી ક્યાં ગયું કાળુ નાળુ ?   નોટબંધી વખતે મને દેશમાં લાવવા માટે જ મારા દેશનો નાગરિક કલાકો સુધી બેન્ક અને એટીએમની લાઈનોમાં ઉભો રહ્યો, કેટલાકને હાર્ટ એટેક આવ્યાં તો કેટલાક જીવથી ગયાં, પણ મારા નામે ચરી ખાનારાઓ એ નેતાઓનું કંઈ ન થયું તેમણે તો એ સમયે પણ કરોડો કાઢીને પોતાના છોકરાઓને પરણાવી નાખ્યાં. આ દેશમાં આવા અનેક નેતાઓ છે, અનેક આવશે અને કેટલાક તો વગર ચૂંટણીએ જીતી પણ જશે કારણ તેમને મારું નામ વાપરવાની ટેવ જો પડી ગઈ છે. ચૂંટણી સભા સંબોધતી વખતે માઈકના ભૂંગળામાં થૂકના લપરડા થઈને વહેવ