Posts

Showing posts from 2009

પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી

Image
પાંચુ ગોપાલ પાલ, કોલકાતાનો એક એવો મૂર્તિકાર જેણે આજથી 30 વર્ષ પૂર્વે ધંધા-રોજગાર માટે મધ્યપ્રદેશનાં ઈંદૌર શહેરની રાહ પકડી. કોઈકે એને કહેલું કે, ભાઈ કોલકાતામાં મૂર્તિ બનાવવા કરતા અહીં ઈંદૌર આવીને માતાજીની મૂર્તિઓ બનાવશો તો નાણાની સાથોસાથ નામના પણ મળશે. બસ એ જ દિવસ અને એ ઘડીએ બગાળના આ મૂર્તિકારે પોતાનું વતન છોડ્યું અને ઈંદૌર આવીને અહીંના બંગાલી ચૌરાહા (બગાળી ચોક) વિસ્તાર પાસે જ નાનકડો એક તંબૂ નાખીને મૂર્તિ બનાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મૂર્તિઓને ખરીદનારા ગ્રાહકો ખુબ જ ઓછા મળતાં કારણ કે, એ સમયે ઈંદૌરમાં દૂર્ગાપૂજાનું કોઈ ખાસ એવું ચલણ ન હતું. ધીરે ધીરે સમય બદલાયો અને પાંચુ ગોપાલનું નસીબ પણ. ઈંદૌરી લોકો ગણેશોત્સવની સાથોસાથ દૂર્ગાપૂજાની પણ ઉજવણી કરતા થયાં. આદ્યશક્તિની ભકિતમાં ડૂબવા લાગ્યાં. એક સમયે પૂરા નવરાત્રિ મહોત્સવમાં માત્ર 10 થી 12 મૂર્તિઓ વેંચીને પોતાનું ગુજરાન ચલાવનાર પાંચુ ગોપાલ હવે 100-150 મૂર્તિઓ બનાવવા લાગ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે, પાંચુ ગોપાલ આ કામમાં એકલા પહોંચી શકતા નથી તેમણે મૂર્તિ બનવવા માટે અન્ય છ કારીગરોને કામ પર રાખ્યાં છે. ઈંદૌરમાં રોજી-રોટી મળી રહેતા બગાળના અન્

ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?

Image
નવરાત્રિ એટલે યુવાઓનો પર્વ. ઢોલના ઢબકારે અને તાલીઓના સથવારે ઝૂમવાનો પર્વ. હાથથી હાથ મિલાવીને ગરબે રમવાનો પર્વ. નવ દિવસ સુધી આનંદ-કિલોલ કરતા અને એક બીજાના સંગાથે ડાંડિયાના તાલ મિલાવતા-મિલાવતા ક્યારેક ક્યારેક આ યુવાઓના દિલના તાર પણ એક-બીજા સાથે મળી જતાં હોય છે. આ નવ દિવસમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા આ રંગરસીયાઓ પ્રેમના નામે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનો ભોગ અંતે માત્ર અને માત્ર યુવતીઓને બનવું પડે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો એ વાત આપને જરૂર જાણવા પડશે કે, નવરાત્રિ પૂર્ણ થયાં બાદ યુવતીઓમાં ગર્ભપાતના કેસોમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. હવે તો અહીંના ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે પણ એ વાત સ્વીકારી છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભપાતમાં કેસોમાં આશરે 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. અહીં પ્રશ્ન જરૂર થાય છે કે, આખરે એવા તે ક્યાં કારણો છે જેના કારણે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યાં છે. સુંદર દેખાવાની હોડ ? નવ દિવસ સુધી અન્ય સ્ત્રીઓથી ચડિયાતી દેખાવાની લહાયમાં યુવતીઓ ભપકાદાર મેકઅપ અને પરિધાન પહેરે છે જે કોઈ પણ યુવકનું

ક્યાં છે એ કાગડો...?

Image
''હજુ પણ યાદ છે શૈશવના એ સ્મરણો જ્યારે ગામમાં આવેલા અમારા મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને દાદાની પડખે હું સૂતો રહેતો. સવાર પડતા જ જ્યારે સુરજ દેવતા પૂર્ણ કળાએ ખિલતા ત્યારે તેમના તેજસ્વી પ્રકાશથી નાની નાની મારી આંખો ખુલતી.ફળિયામાં જ દાદાએ પશુ-પક્ષીઓને ચણવા માટે એક ચબુતરો બનાવડાવેલો જ્યાં કાબર, કાગડો, પોપટ, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ પોતાનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરવા આવી ચડતા. આ બધા પશુઓના મધુરવ કલરવ વચ્ચે કાગડાનો કાં...કાં...કાં જેવો કર્કશ અવાજ એક એલાર્મ ક્લોકનું કામ કરતો અને ન ઈચ્છવા પડતા આ અવાજથી ત્રસ્ત થઈને મારે ઉઠવું પડતું. અચાનક જ એ કાગડો ઘરના નળિયા પર બેસીને કાં..કાં કરવા લાગતો ત્યારે પોતાના એક હાથે નાકમાં છીંકણી ભરીને કાગડા તરફ ઘરડી આંખોને ફેરવીને મારી દાદી પોતાની વહૂઓ એટલે કે મારી મમ્મી અને કાકીઓને કહેતી કે, 'આજે ઘરે કોઈ મહેમાન આવવાનું છે, જલ્દી રસોઈ બનાવી રાખશો જુઓને આ કાગડો સવારથી કાં..કાં કરી રહ્યો છે.'' સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્ર

ને..રેડ્ડી સૌને રડતા મૂકી ગયાં..

Image
પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે જેની કલ્પના તેણે જીવતા રહેતા પણ કરી નથી હોતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ડો. યેદુગુલી સાંદિનતી રાજશેખર રેડ્ડી જેને લોકો મોટાભાગે 'વાઈએસઆર' ન રૂપે જાણતાં રહ્યાં તેમનું ગુરૂવારે એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં તેમના અંગત સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મૃત્યુ નિપજ્યું. કોંગ્રેસે એક એવો નેતા ગુમાવ્યો જેણે એક પાયાનો પથ્થર બનીને દિવસ રાત જોયા વગર પાર્ટી અને પોતાના રાજ્યની તન, મન અને ધનથી સેવા કરી હતી. રેડ્ડીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પ્રદેશના અલગ અલગ ભાગોમાં 60 થી વધું લોકો મૃત્યુ પામ્યાં. 12 લોકોએ પોતાના પ્રિય મુખ્યમંત્રીની અણધારી વિદાયથી આપઘાત કરી લીધો જ્યારે અન્ય લોકોનું હ્રદય રોગના કારણે મૃત્યુ નિપજ્યું. રાયલસીમાં ક્ષેત્રના પછાત ગણાતા પેલીવેંદુલા ગામમાં 8 જુલાઈ 1949 ના રોજ જન્મ

આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?

Image
સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ અસંખ્ય લોકો બની ચૂક્યાં છે. ગુજરાતમાં એક એનઆરઆઈ દંપત્તિ પણ ખંડિત થયું છે. છેલ્લે ચેન્નઈમાં એક ચાર વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યાં બાદ આ જીવલેણ બીમારીનો મૃતાંક છ એ પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો ઉપર જવાની શક્યતા છે. આજે ઘણા બધા લોકો એવા છે જે સ્વાઈન ફ્લૂ વિષે જાણતા નથી. તાજેતરમાં નાગપુરના ઈંડિયન મેડિકલ એશોશિએસનને સ્વાઈન ફ્લૂ સંબધિત અમુક માહિતી રજૂ કરી હતી. જે હું આપ સુધી પહોંચાડી રહ્યો છું. એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ? એચવનએનવન (H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વા યરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે. માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિ

'રાખી નો સ્વયંવર' કે પછી ધતિંગવેડા

Image
' 'ટીઆરપી કે લિયે કુછ ભી કરેંગા.'' એનડીટીવી ઈમેજિન ચેનલે કદાચ આ જ મૂળ મંત્ર અપનાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ ચેનલ પર પ્રસારિત થનારો એક રિયલિટી શો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક સાથે ઘણા બધા મૂરતિયાઓ એક સ્ત્રીને પરણવા માટે હરાયા ઢોરની જેમ ઉમટી પડ્યાં છે. મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મનારા અને સાત સમુંદર પાર કરીને અહીં આવનારા આ મુરતિયાઓ આ સ્ત્રી પાછળ બિલકુલ એવી રીતે ભાગી રહ્યાં છે જેવી રીતે 'ગદબ'ની પાછળ બકરી ભાગે છે. તેઓ આ સ્ત્રીને પામવા માટે નાચ ન આવડતા છતાં પણ નાંચી રહ્યાં છે, હાથના પંજા લડાવી રહ્યાં છે અને અટપટા લવ-લેટરો પણ લખી રહ્યાં છે. આ શો નું નામ છે 'રાખી કા સ્વયંવર'. જેમાં નવવધૂ છે રાખી સાવંત. રાખી સાવંત એજ અભિનેત્રી છે જે અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો કારણે મીડિયામાં ચર્ચામાં આવવાનું વધુ પસંદ કરે છે. ખૈર અહીં આપણે તેના વિવાદાસ્પદ નિવેદનોની વાત નહીં કરીએ કારણ કે, બધા લોકો તેનાથી સારી રીતે પરિચિત છે. અહીં વાત કરીશું આ કાર્યક્રમ વિષે જેનો ગ્રાંડ ફાઈનલ આવતીકાલે એટલે કે, તારીખ 2 ઓગસ્ટના રોજ યોજાવાનો છે. કહેવામાં આવે છે કે, આ દિવસે રાખી ફાઈનલ સુધી પ

કદી નહીં ભૂલાય માઈકલ જૈક્સન...!

Image
કિંગ ઑફ પૉપ'ના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારો પૉપ સ્ટાર માઇકલ જૈક્સન આજે આપણી વચ્ચે નથી. શુક્રવારે વહેલી સવારે લૉસ એંજેલ્સમાં હ્રદય રોગના કારણે એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિપજ્યું . માઈકલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. મીડિયામાં અવાર નવાર તેમની કેન્સરની બીમારીને લગતા સમાચારો આવી રહ્યાં હતાં ત્યારે અચાનક જ હ્રદય રોગનો હુમલાથી તેમના નિધનની ખબરો બહાર આવતા સમગ્ર સંગીત જગતમાં શોકની લહેર ફેલાઈ ચૂકી છે. આમ 50 વર્ષની ઉમરે એક મહાન સુપર સ્ટાર અને ડાન્સરનો અંત આવ્યો છે. આ મહાન ડાન્સરે જીવનપર્યત જેટલી વખત પોતાના ચહેરા સાથે છેડછાડ કરી તેના કરતા અનેક ગણી વખત પોપ મ્યુજિક ચહેરાને પણ પરિવર્તિત કર્યો હતો. કહેવામાં આવે છે કે આ સુપરસ્ટારે પોતાના નાકનું નવ વખત ઓપરેશન કરાવેલું કદાચ આટલું તો હોલીવુડ અથવા બોલીવુડની કોઈ અભિનેત્રીઓ પણ નહીં કરતી હોય. માઈકલે પોતાની દાઢી અને નેણના આકારમાં પણ પરિવર્તન કરાવ્યું તેને પોતાના ચહેરા અને ચામડીને પણ ઓપરેશન મારફત શ્વેત બનાવી. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ખુદ માઈકલનો કોઈ જૂનો ફોટો જોઈ શકો છો. તમે ઓળખી જ નહીં શકો કે આ માઈકલ જેકશન હોય શકે છે 30 વર્ષની ઉમરમાં માઈ

''નકશો તો આપમેળે બન્યો''

Image
એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.'' તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી

સમયની કીમત

આજના વ્યસ્ત જીવનમાં વ્યક્તિ હમેશા કહેતો ફરે છે કે, 'ભાઈ ટાઈમ ક્યાં છે ?'' આમ જોઈએ તો તેઓ સાચુ જ કહે છે. કારણ કે, આજના સમયમાં કોઈની પાસે સમય નથી. પરંતુ સમયની સાચી કીમત છે એ તમે જાણો છો ? ચાલો હું જ જણાવી દઉ. દરેક વ્યક્તિ માટે સમયની કીમત અલગ-અલગ પ્રકારે હોય છે. નીચા ઉદાહરણો જ તપાસી જુઓ.. એક મહિનાની કીમત એ માતાને પુછો જેણે એક પ્રીમેચ્યોર (અર્ધવિક્સીત) સંતાનને જન્મ આપ્યો. એક સપ્તાહની કીમત કોઈ સાપ્તાહિક વર્તમાન પત્રને સંપાદકને પુછો. એક કલાકની કીમત પ્રેમીઓને પુછો જેઓ એકબીજાને મળવા માટે હમેશા આતુર રહે છે. એક મિનિટની કીમત એ વ્યક્તિને જઈને પુછો જેની ટ્રેન છુટી ગઈ છે. એક સેક્ન્ડની કીમત એને પુછો જે દુર્ઘટનાનો ભોગ બનતા બચ્યો છે. એક મિલી સેકન્ડની કીમત એ વ્યક્તિને પુછો જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું છે.

'અટામણ' અને મારો પરિચય...

મિત્રો મારુ નામ જનકસિંહ ઝાલા છે. વ્યવસાયે પત્રકાર છું. રાજકોટના દૈનિક વર્તમાન પત્ર ફૂલછાબમાં કાર્યરત છું. આજે તમારે સામે એક નવો ગુજરાતી બ્લોગ લઈને આવી રહ્યો છું. નામ થોડુ વિચિત્ર જરૂર રાખ્યું છે 'અટામણ'. તમે બધા અટામણ શબ્દનો સાચો અર્થ તો જાણતા જ હતો. ચાલો હું જણાવી દઉ. 'અટામણ' એટલે રોટલી, થેપલા વણવા સાથે વપરાતો અને અંતે નકામો જતો કોરો લોટ. મગજમાં આ શિર્ષક જ ઉચિત લાગ્યું. કારણ કે, અહીં રોટલી, થેપલા અર્થમાં મેં મારા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને ધ્યાનમાં રાખી અને નકામા લોટ ને સ્થાને આ માહિતીની બાદ બાકી રહેતો ઉપસંહાર કેન્દ્રસ્થાને રાખ્યો.બની ગયુંને અટામણ...