સિનેમાના પડદા પર ‘હનીટ્રેપ’ !
-જનકસિંહ ઝાલા ગુજરાતના વલસાડ-ડાંગના ભાજપના સાંસદ કે.સી.પટેલે તાજેતરમાં જ પોતાને એક મહિલા દ્વારા ચલાવવામાં આવતી ગેંગે ‘હનીટ્રેપ’માં ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં ચાલે છે પરંતુ તેનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે . વાસ્તવિક જીવનમાં છાશવારે સામે આવતા ‘હનીટ્રેપ’ના કિસ્સાઓ અને એ પાછળનું સત્ય જાણવા માટેની લોકોની રૂચિને ધ્યાનમાં લઈને હોલીવુડ અને બોલીવુડના નિર્માતા-નિર્દેશકોએ પણ આ વિષયને કેન્દ્રસ્થાને રાખી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. આજદિન સુધીમાં સિનેમાના પડદે એવી કેટલીયે ફિલ્મો સામે આવી છે જેમાં કોઈ મિશન પર નિકળેલી મહિલા દોસ્તીની આડમાં ન તો સામેની વ્યક્તિ પાસેથી માહિતીઓ એકત્ર કરે છે પરંતુ ઘણીવાર કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તેના હાથમાં આવી જાય છે. કેટલાક કેસોમાં આ મહિલાઓ સામેની વ્યક્તિ સાથે માત્ર મીઠી-મીઠી વાતો જ નથી કરતી પરંતુ પ્રેમનું નાટક કરી પોતાના શિકારને પણ બ્લેકમેઈલ કરે છે. જો શિકાર બનનારી વ્યકિતનો કોઈ આપત્તિજનક ફોટોગ્રાફ અથવા ખાસ વાતચીત કે કોઈ ડિટેઈલ હાથમાં લાગી જાય તો તેને જગજાહેર કરવાની ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરે તે વ્યક્તિની મુખેથી