સિનેમાના પડદા પર ‘હનીટ્રેપ’ !


 -જનકસિંહ ઝાલા

ગુજરાતના વલસાડ-ડાંગના ભાજપના સાંસદ કે.સી.પટેલે તાજેતરમાં જ પોતાને એક મહિલા દ્વારા ચલાવવામાં આવતી ગેંગે ‘હનીટ્રેપ’માં ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં ચાલે છે પરંતુ તેનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે . વાસ્તવિક જીવનમાં છાશવારે સામે આવતા ‘હનીટ્રેપ’ના કિસ્સાઓ અને એ પાછળનું સત્ય જાણવા માટેની લોકોની રૂચિને ધ્યાનમાં લઈને હોલીવુડ અને બોલીવુડના નિર્માતા-નિર્દેશકોએ પણ આ વિષયને કેન્દ્રસ્થાને રાખી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યુ છે.
આજદિન સુધીમાં સિનેમાના પડદે એવી કેટલીયે ફિલ્મો સામે આવી છે જેમાં કોઈ મિશન પર નિકળેલી મહિલા દોસ્તીની આડમાં ન તો સામેની વ્યક્તિ પાસેથી માહિતીઓ એકત્ર કરે છે પરંતુ ઘણીવાર કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તેના હાથમાં આવી જાય છે. કેટલાક કેસોમાં આ મહિલાઓ સામેની વ્યક્તિ સાથે માત્ર મીઠી-મીઠી વાતો જ નથી કરતી પરંતુ પ્રેમનું નાટક કરી પોતાના શિકારને પણ બ્લેકમેઈલ કરે છે. જો શિકાર બનનારી વ્યકિતનો કોઈ આપત્તિજનક ફોટોગ્રાફ અથવા ખાસ વાતચીત કે કોઈ ડિટેઈલ હાથમાં લાગી જાય તો તેને જગજાહેર કરવાની ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરે તે વ્યક્તિની મુખેથી અતિ ગુપ્ત માહિતીઓ પણ સામે આવી જાય છે. કોઈક-કોઈક કિસ્સામાં જૂનો બદલો વાળવાનો પણ મુખ્ય ઉદ્દેશ પણ એ મહિલાઓનો હોઈ છે.

‘જેમ્સ બોન્ડ સિરીઝ’ની અનેક ફિલ્મોમાં તમને આ પ્રકારની મહિલાઓ અચૂક જોવા મળશે. વર્ષ 2002માં આવેલી બ્રિટીશ થિલર ફિલ્મ ‘હનીટ્રેપ’ને કેવી રીતે ભૂલી શકાય. ફિલ્મમાં કેથરીન (એમિલી લોઈડ) નામની મહિલાને પોતાના પતિ જોનથન (એન્થની ગ્રીન) પર શંકા ઉત્પન્ન થતાં તે એક સુંદર યુવતી થકી જોનથન પર ‘હનીટ્રેપ’ ગોઠવે છે. બોલીવુડમાં તો આવી ફિલ્મોનો ભંડાર છે. અમિતાભ વચ્ચન અભિનિત ડોન હોઈ કે, તેનું ન્યુ વર્ઝન કે જેમાં શાહરૂખ ડોનની ભૂમિકા ભજવે છે, યહ મેરા દિલ પ્યાર કા દિવાના ગીત પર થરકતી હેલન અને કરીનાકપૂર હનીટ્રેપનો જ એક હિસ્સો છે.

ફિલ્મ ‘ખાખી’ને કેવી રીતે ભૂલી શકાય, કરપ્ટ અને રોંકીંગ દેખાતા સિનિયર ઈસ્પેક્ટર શેખર વર્મા (અક્ષયકુમાર) સામે વિલન યશવત આંગરે (અજય દેવગણ) મહાલક્ષ્મી (એશ્વર્યા રાય)ને મૂકીને જે હનીટ્રેપ ગોઠવે છે તે હજુ પણ દર્શકોને યાદ છે. પ્લેયર્સ ફિલ્મમાં સોનમ કપૂર કે જેણે ફિલ્મમાં નૈનાની ભૂમિકા ભજવી છે તે સ્પાઈડર(નીલ નીતિન મૂકેશ)ના બંગલામાં પ્રવેશીને તેને ‘હનીટ્રેપ’માં ફસાવવાનો પ્રયાસ કરે છે. સલમાન ખાનની એક થા ટાઈગર, સૈફ અલી ખાનની કુરબાન તેમજ મધુર ભંડારકર નિર્દેશિત અને બિપાશા બાસુ, કેકે મેનન અભિનીત ફિલ્મ ‘કોર્પોરેટ’માં પણ હનીટ્રેપના વિષયને આવરી લેવામાં આવ્યો છે.

Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833 

Popular posts from this blog

''નકશો તો આપમેળે બન્યો''

આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?

પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી