''નકશો તો આપમેળે બન્યો''

એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો.

થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''


તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીતે જોડી નાખ્યો.''

બાળકે પોતાની નિર્દોષ આંખો વડે તેમની સામે સ્મિત ફરકાર્વ્યું અને પછી ઘણા ધીરા સ્વરે પોતાના પિતાને કહ્યું '' પપ્પા મેં નકશો નથી જોડ્યાં મેં તો આ નકશા પાછળ એક વ્યક્તિનો ફોટો હતો તેને જોડ્યો છે તેના હાથ-પગ, માથાને જોડ્યું છે નકશો તો આપોઆપ જ બની ગયો.


જનકસિંહ ઝાલા (09754144124)

Comments

Popular posts from this blog

સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!