સમયની કીમત

આજના વ્યસ્ત જીવનમાં વ્યક્તિ હમેશા કહેતો ફરે છે કે, 'ભાઈ ટાઈમ ક્યાં છે ?'' આમ જોઈએ તો તેઓ સાચુ જ કહે છે. કારણ કે, આજના સમયમાં કોઈની પાસે સમય નથી. પરંતુ સમયની સાચી કીમત છે એ તમે જાણો છો ? ચાલો હું જ જણાવી દઉ. દરેક વ્યક્તિ માટે સમયની કીમત અલગ-અલગ પ્રકારે હોય છે. નીચા ઉદાહરણો જ તપાસી જુઓ..

એક મહિનાની કીમત એ માતાને પુછો જેણે એક પ્રીમેચ્યોર (અર્ધવિક્સીત) સંતાનને જન્મ આપ્યો.

એક સપ્તાહની કીમત કોઈ સાપ્તાહિક વર્તમાન પત્રને સંપાદકને પુછો.

એક કલાકની કીમત પ્રેમીઓને પુછો જેઓ એકબીજાને મળવા માટે હમેશા આતુર રહે છે.

એક મિનિટની કીમત એ વ્યક્તિને જઈને પુછો જેની ટ્રેન છુટી ગઈ છે.

એક સેક્ન્ડની કીમત એને પુછો જે દુર્ઘટનાનો ભોગ બનતા બચ્યો છે.

એક મિલી સેકન્ડની કીમત એ વ્યક્તિને પુછો જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું છે.

Comments

Popular posts from this blog

સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!