'અટામણ' અને મારો પરિચય...

મિત્રો મારુ નામ જનકસિંહ ઝાલા છે. વ્યવસાયે પત્રકાર છું. રાજકોટના દૈનિક વર્તમાન પત્ર ફૂલછાબમાં કાર્યરત છું. આજે તમારે સામે એક નવો ગુજરાતી બ્લોગ લઈને આવી રહ્યો છું. નામ થોડુ વિચિત્ર જરૂર રાખ્યું છે 'અટામણ'.

તમે બધા અટામણ શબ્દનો સાચો અર્થ તો જાણતા જ હતો. ચાલો હું જણાવી દઉ. 'અટામણ' એટલે રોટલી, થેપલા વણવા સાથે વપરાતો અને અંતે નકામો જતો કોરો લોટ.

મગજમાં આ શિર્ષક જ ઉચિત લાગ્યું. કારણ કે, અહીં રોટલી, થેપલા અર્થમાં મેં મારા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને ધ્યાનમાં રાખી અને નકામા લોટ ને સ્થાને આ માહિતીની બાદ બાકી રહેતો ઉપસંહાર કેન્દ્રસ્થાને રાખ્યો.બની ગયુંને અટામણ...


Comments

Popular posts from this blog

''નકશો તો આપમેળે બન્યો''

પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી

આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?