પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી
પાંચુ ગોપાલ પાલ, કોલકાતાનો એક એવો મૂર્તિકાર જેણે આજથી 30 વર્ષ પૂર્વે ધંધા-રોજગાર માટે મધ્યપ્રદેશનાં ઈંદૌર શહેરની રાહ પકડી. કોઈકે એને કહેલું કે, ભાઈ કોલકાતામાં મૂર્તિ બનાવવા કરતા અહીં ઈંદૌર આવીને માતાજીની મૂર્તિઓ બનાવશો તો નાણાની સાથોસાથ નામના પણ મળશે. બસ એ જ દિવસ અને એ ઘડીએ બગાળના આ મૂર્તિકારે પોતાનું વતન છોડ્યું અને ઈંદૌર આવીને અહીંના બંગાલી ચૌરાહા (બગાળી ચોક) વિસ્તાર પાસે જ નાનકડો એક તંબૂ નાખીને મૂર્તિ બનાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મૂર્તિઓને ખરીદનારા ગ્રાહકો ખુબ જ ઓછા મળતાં કારણ કે, એ સમયે ઈંદૌરમાં દૂર્ગાપૂજાનું કોઈ ખાસ એવું ચલણ ન હતું. ધીરે ધીરે સમય બદલાયો અને પાંચુ ગોપાલનું નસીબ પણ. ઈંદૌરી લોકો ગણેશોત્સવની સાથોસાથ દૂર્ગાપૂજાની પણ ઉજવણી કરતા થયાં. આદ્યશક્તિની ભકિતમાં ડૂબવા લાગ્યાં. એક સમયે પૂરા નવરાત્રિ મહોત્સવમાં માત્ર 10 થી 12 મૂર્તિઓ વેંચીને પોતાનું ગુજરાન ચલાવનાર પાંચુ ગોપાલ હવે 100-150 મૂર્તિઓ બનાવવા લાગ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે, પાંચુ ગોપાલ આ કામમાં એકલા પહોંચી શકતા નથી તેમણે મૂર્તિ બનવવા માટે અન્ય છ કારીગરોને કામ પર રાખ્યાં છે. ઈંદૌરમાં રોજી-રોટી મળી રહેતા બગાળના અન્