‘જાનેમન’ તૂં કેમ બની કટપ્પા..?.:) :) :) :)


-જનકસિંહ ઝાલા


પ્રેમ શું છે ? ક્યાંક એવું નથી કે, આપણી કંઈક અલગ જ અનુભૂતી કરીએ છીએ અને તેને પ્રેમ સમજીએ છીએ. પ્રેમ એટલે બસ શુદ્ધ પ્રેમ, સાચો પ્રેમ..એવો પ્રેમ જે ક્યારેય વધતો પણ નથી અને ઘટતો પણ નથી, હમેશા એક સરખો જ રહે છે. કોઈકે સાચુ જ કહ્યું છે કે, પ્રેમ તો આપવાની વસ્તુ છે ન કે લેવાની, ‘વી ઓલવેઝ ટ્રાઈ ટુ ફાઈન્ડ એ લવ ફ્રોમ અધર પીપલ્સ’ જીવનભર આપણે સામેની વ્યક્તિઓ પાસેથી પ્રેમ શોધીએ છીએ..પ્રેમ માંગીએ છીએ અને જેઓ પ્રેમ આપણે ઈચ્છીએ છીએ તેવો ન મળે ત્યારે નિરાશ થઈ જઈ છીએ..

માન્યુ કે, કરૂણા કે વેદનાની કોઈ લિપી કે ભાષા હોતી નથી પણ એની અભિવ્યક્તિ માટે સર્જક પોતાની અનૂભૂતિને કોઈને કોઈ લિપી કે ભાષામાં આકાર આપે છે. એટલા માટે પ્રેમમાં નિષ્ફળ થયેલા પ્રેમીઓ શાયર અને કવિઓ બની ગયાંના આપણે ત્યાં દાખલા છે. એક સમયે જેને ‘ડાર્લીગ’, ‘એજન્લ’, ‘બેબી’, ‘સ્વીટહાર્ટ’, ‘જાનૂ’ ન જાણે કેટલાયે લાડકવાયા નામથી આપણે બોલાવતા હતાં એ જ પ્રેમિકાને હવે બેવફાનો ખિતાબ મળી જાય છે. બેવફાઈનો એ જોરદાર ફૂંકાયેલો પવન જ્યારે સાચા પ્રેમરૂપી મૂળીયાઓને જડથી ઉખાડી નાખે ત્યારે કોઈપણ પ્રેમીને તેની પ્રેમિકા માત્ર અભાગણ જ નહીં પણ ઝેરી નાગણ પણ લાગે છે. એમાયે આપનું દિલ જો ‘બાહુબલી’ હોઈ અને પાછળથી ‘કટપ્પા’ની જેમ ઘા(છોડીને જતી રહે) કરી જાય તો એ પ્રેમિકા પ્રત્યેની ધૃણા એક પ્રજ્જવળ જ્વાળા બનીને આપના રોમેરોમમાં ભભૂકી ઉઠે છે.‘કટપ્પા’.. હા..આપે સાચુ જ સાંભળ્યુ. બેવફા સુધી તો ઠીક હતું પણ હવે તો આવી પ્રેમિકાઓને ‘કટપ્પા’ પણ કહેવાતી હોવાનું જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું છે. જીંદગીની કડવાશને પણ હળવાશથી રજૂ કરતો એક ગુજરાતી આલ્બમ ‘બાહુબલી’ આજકાલ યુ-ટયૂબ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. પ્રોડયુસર-ડાયરેક્યર કશ્યપ પટેલના ગુજરાતી આલ્બમ બાહુબલીને માત્ર બે દિવસમાં અને આ લખાય છે ત્યાં સુધીમાં 21577 લોકોએ જોયો છે. હરેશ તુરી એક સારા મેકઅપ મેન હોવાનો તો ખ્યાલ હતો પણ ઉમદા ગાયક અને લેખક હોવાનો પણ પ્રથમવાર પરિચય થયો છે. પ્રેમમાં વિશ્વાસઘાતનો ઘૂટ પીનારા એક નિરાશ પ્રેમીના રૂપમાં તેમને જોઈને ખરેખર સહાનુભૂતિ થાય છે.

શકુંતલાના ગેટ્સઅપમા દેખાતી ‘કટપ્પા’ પ્રેમિકા રૂબીના બેલીમને જોઈને હૈયામાં ઝણઝણાટ થાય છે. અન્ય કલાકારો અજય ગોહેલ, દિપક ચાવડા ઠીકઠાક છે. રાજુ સુદ્રા-રાજેષ મહેતાનું મ્યુઝિક કાનને સાંભળવું ગમે છે. વીએફએક અને એડીટીંગને અમૂક મયાર્દાઓને સાઈડલાઈન કરીએ તો ખરેખર એક સારુ સર્જન થયું છે. આલ્બમમાં વિરહ દેખાડવામાં આવ્યો છે પણ ગીતના કેટલાક શબ્દો એ વિરહમાં પણ હાસ્યરસ ઉત્પન્ન કરે છે. ખેર સાચા સબંધોના ગણિતમાં ક્યારેક ખોટા પડતા સરવાળાઓને રજૂ કરવાની રાજકોટના સ્થાનિક કલાકારોની મહેનતને સો..સો..સલામ...
ગીતના શબ્દોને લખતા ખુદને નથી રોકી શક્યો... 

દિલ મારુ બાહુબલી..પાછળથી તે ઘા કરી..
કેમ બની કટપ્પા...?
પ્રેમમાં તારા પાગલ..બની..જગથી બાંધ્યા વેર.
મધ દરિયે છોડી કરી..ભલાવદેવ પર મેર..
ડૂબાડી..નાવડી..ભાગી રે અભાગણ....
જીવશુ હારે..મરશુ હારે..દીધા એવા કોલ.
ચોરીના ચાર ફેરા ફરી વગાડી લગનઢોલ..
અડધે..આંટે ડંખ માર્યો ઝેરી નાગણ..
કરજોના હવે..પ્રેમ કોઈ..ખાજો ના ખોટા સોગંધ
ઢોલમારુ ને હીરરાજાનું થયું આજે પતન..
નવા પ્રેમીઓને કોઈ કેશે નહીં સાજણ..
દિલ મારુ બાહુબલી..પાછળથી તે ઘા કરી..
કેમ બની કટપ્પા..કેમ થઈ બેવફા..

Janaksinh Zala
Reporter-Phulchhab Daily
Rajkot-Gujarat
Mo.9428567833

Popular posts from this blog

સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ?

આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!