‘હિન્દી મીડિયમ’...સ્કૂલ ચલે હમ !
-જનકસિંહ ઝાલા તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા... તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા... સૂરજ જેસે ચમકેંગે, દેખે હે સાડ્ડી અખીંયાને એક સપને અમરાને... ‘ગરીબી-મીડલ’ ક્લાસને જોડતી પાતળી રેખાની અધ્ધવચ્ચે લટકીને ઉભેલા અને ‘એઈટીઝ’ આસપાસ જન્મેલા મારા સહિતના અનેક યુવાનોએ નાનપણમાં અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં ભણવાના સ્વપ્નાઓ અચૂક સેવ્યાં હશે. સાચુ ને ? અને કેટલા લોકોના એ સ્વપ્નાઓ સાકાર થયાં ? સાલુ લાઈફટાઈમનો વસવસો રહી ગયો કે, અંગ્રેજી મીડિયમમાં ભણી ન શક્યાં, હોશિયાર તો હતાં પણ પૈસા નતાં. એ સમયે ‘આરટીઈ’ આવ્યું હોત તો માં કસમ કોઈની પણ સરકાર કેમ ન હોત ? એ સરકારના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોટીલા ચાલીને જવાની માનતા અચૂક રાખી હોત. અંગ્રેજી મીડિયમના એ ક્લાસની પ્રથમ બેચમાં બેસવા માટે રહી ગયેલો વસવસો હજુ પણ આ લેખકડાના દિલને કોરી ખાય છે પણ જ્યારથી ‘હિન્દી મીડિયમ સ્કૂલ’ જોઈ ત્યારથી એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, પરિસ્થિતિ જૈસૈ થે જ છે...ફર્ક એટલો છે કે, અમારી વખતે જેઓ માટે ભણતર મિશન હતું તે આજની સ્કૂલો માટે કમિશન બની ગયું છે. કોઈ મિશનરી સ્કૂલ (રાજકોટમાં સ્વૈચ્છાએ ફી વધારવા માટે કુખ્યા