Posts

સાળંગપુર હનુમાનજીનો પ્રસાદ એટલે ‘પ્રભુ’ના સાક્ષાત દર્શન !

Image
-જનકસિંહ ઝાલા ‘પત્રં, પુષ્પં, ફલં, તોયં યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મન: !’ ભગવાન શ્રીકૃષ્ણ કહ્યું છે કે, જે કોઈ ભક્ત મારા માટે પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ આદિ અર્પણ કરશે, એ શુદ્ધ બુદ્ધિ, નિષ્કામ પ્રેમીનું પ્રેમપૂર્વક અર્પણ કરેલુ તે પત્ર-પુષ્પાદિમાં સગુણ રૂપમાં હું પ્રકટ થઈને પ્રીતિ સહિત આરોગીશ. કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, પ્રસાદનો શું અર્થ થાય છે. ‘પ્ર’ એટલે પ્રભૂના, ‘સા’ એટલે કે, સાક્ષાત અને ‘દ’ એટલે દર્શન. સૌરાષ્ટ્રના દરેક ધર્મસ્થાનોમાં પ્રસાદનું અલગ-અલગ વૈવિધ્ય છે પરંતુ એ પ્રસાદ ભગવાનથી લઈને તેના ભક્તો સુધી તે જે રૂપમાં તૈયાર થયો છે તે જ રૂપમાં પહોંચે તો તેને ‘મહાકર્મ’ ગણવામાં આવે છે. આ ‘મહાકર્મ’માં સાળંગપુર તિર્થધામ સાંગોપાંગ પાર ઉતર્યું છે.  ગુજરાતના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલા વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં વર્ષોથી ચાલતા અન્નક્ષેત્રમાં રોજના 5000થી લઈને 7000 હરિભક્તો આવે છે. એમાંય હનુમાનજીના દિવસો એટલે કે શનિવાર, મંગળવાર અને રવિવારે તો આ આંકડો 18,000 સુધી પહોંચી જાય છે અને પૂનમમાં દિ...

સિનેમાના પડદા પર ‘હનીટ્રેપ’ !

Image
 -જનકસિંહ ઝાલા ગુજરાતના વલસાડ-ડાંગના ભાજપના સાંસદ કે.સી.પટેલે તાજેતરમાં જ પોતાને એક મહિલા દ્વારા ચલાવવામાં આવતી ગેંગે ‘હનીટ્રેપ’માં ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં ચાલે છે પરંતુ તેનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે . વાસ્તવિક જીવનમાં છાશવારે સામે આવતા ‘હનીટ્રેપ’ના કિસ્સાઓ અને એ પાછળનું સત્ય જાણવા માટેની લોકોની રૂચિને ધ્યાનમાં લઈને હોલીવુડ અને બોલીવુડના નિર્માતા-નિર્દેશકોએ પણ આ વિષયને કેન્દ્રસ્થાને રાખી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. આજદિન સુધીમાં સિનેમાના પડદે એવી કેટલીયે ફિલ્મો સામે આવી છે જેમાં કોઈ મિશન પર નિકળેલી મહિલા દોસ્તીની આડમાં ન તો સામેની વ્યક્તિ પાસેથી માહિતીઓ એકત્ર કરે છે પરંતુ ઘણીવાર કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તેના હાથમાં આવી જાય છે. કેટલાક કેસોમાં આ મહિલાઓ સામેની વ્યક્તિ સાથે માત્ર મીઠી-મીઠી વાતો જ નથી કરતી પરંતુ પ્રેમનું નાટક કરી પોતાના શિકારને પણ બ્લેકમેઈલ કરે છે. જો શિકાર બનનારી વ્યકિતનો કોઈ આપત્તિજનક ફોટોગ્રાફ અથવા ખાસ વાતચીત કે કોઈ ડિટેઈલ હાથમાં લાગી જાય તો તેને જગજાહેર કરવાની ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરે તે વ્યક્તિની મુ...

‘હિન્દી મીડિયમ’...સ્કૂલ ચલે હમ !

Image
-જનકસિંહ ઝાલા તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા... તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા... સૂરજ જેસે ચમકેંગે, દેખે હે સાડ્ડી અખીંયાને એક સપને અમરાને... ‘ગરીબી-મીડલ’ ક્લાસને જોડતી પાતળી રેખાની અધ્ધવચ્ચે લટકીને ઉભેલા અને ‘એઈટીઝ’ આસપાસ જન્મેલા મારા સહિતના અનેક યુવાનોએ નાનપણમાં અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં ભણવાના સ્વપ્નાઓ અચૂક સેવ્યાં હશે. સાચુ ને ? અને કેટલા લોકોના એ સ્વપ્નાઓ સાકાર થયાં ? સાલુ લાઈફટાઈમનો વસવસો રહી ગયો કે, અંગ્રેજી મીડિયમમાં ભણી ન શક્યાં, હોશિયાર તો હતાં પણ પૈસા નતાં. એ સમયે ‘આરટીઈ’ આવ્યું હોત તો માં કસમ કોઈની પણ સરકાર કેમ ન હોત ? એ સરકારના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોટીલા ચાલીને જવાની માનતા અચૂક રાખી હોત. અંગ્રેજી મીડિયમના એ ક્લાસની પ્રથમ બેચમાં બેસવા માટે રહી ગયેલો વસવસો હજુ પણ આ લેખકડાના દિલને કોરી ખાય છે પણ જ્યારથી ‘હિન્દી મીડિયમ સ્કૂલ’ જોઈ ત્યારથી એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, પરિસ્થિતિ જૈસૈ થે જ છે...ફર્ક એટલો છે કે, અમારી વખતે જેઓ માટે ભણતર મિશન હતું તે આજની સ્કૂલો માટે કમિશન બની ગયું છે. કોઈ મિશનરી સ્કૂલ (રાજકોટમાં સ્વૈચ્છાએ ફી વધારવા માટે કુખ્યા...

‘જાનેમન’ તૂં કેમ બની કટપ્પા..?.:) :) :) :)

Image
-જનકસિંહ ઝાલા પ્રેમ શું છે ? ક્યાંક એવું નથી કે, આપણી કંઈક અલગ જ અનુભૂતી કરીએ છીએ અને તેને પ્રેમ સમજીએ છીએ. પ્રેમ એટલે બસ શુદ્ધ પ્રેમ, સાચો પ્રેમ..એવો પ્રેમ જે ક્યારેય વધતો પણ નથી અને ઘટતો પણ નથી, હમેશા એક સરખો જ રહે છે. કોઈકે સાચુ જ કહ્યું છે કે, પ્રેમ તો આપવાની વસ્તુ છે ન કે લેવાની, ‘વી ઓલવેઝ ટ્રાઈ ટુ ફાઈન્ડ એ લવ ફ્રોમ અધર પીપલ્સ’ જીવનભર આપણે સામેની વ્યક્તિઓ પાસેથી પ્રેમ શોધીએ છીએ..પ્રેમ માંગીએ છીએ અને જેઓ પ્રેમ આપણે ઈચ્છીએ છીએ તેવ ો ન મળે ત્યારે નિરાશ થઈ જઈ છીએ.. માન્યુ કે, કરૂણા કે વેદનાની કોઈ લિપી કે ભાષા હોતી નથી પણ એની અભિવ્યક્તિ માટે સર્જક પોતાની અનૂભૂતિને કોઈને કોઈ લિપી કે ભાષામાં આકાર આપે છે. એટલા માટે પ્રેમમાં નિષ્ફળ થયેલા પ્રેમીઓ શાયર અને કવિઓ બની ગયાંના આપણે ત્યાં દાખલા છે. એક સમયે જેને ‘ડાર્લીગ’, ‘એજન્લ’, ‘બેબી’, ‘સ્વીટહાર્ટ’, ‘જાનૂ’ ન જાણે કેટલાયે લાડકવાયા નામથી આપણે બોલાવતા હતાં એ જ પ્રેમિકાને હવે બેવફાનો ખિતાબ મળી જાય છે. બેવફાઈનો એ જોરદાર ફૂંકાયેલો પવન જ્યારે સાચા પ્રેમરૂપી મૂળીયાઓને જડથી ઉખાડી નાખે ત્યારે કોઈપણ પ્રેમીને તેની પ્રેમિકા માત્ર અભ...

પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી

Image
પાંચુ ગોપાલ પાલ, કોલકાતાનો એક એવો મૂર્તિકાર જેણે આજથી 30 વર્ષ પૂર્વે ધંધા-રોજગાર માટે મધ્યપ્રદેશનાં ઈંદૌર શહેરની રાહ પકડી. કોઈકે એને કહેલું કે, ભાઈ કોલકાતામાં મૂર્તિ બનાવવા કરતા અહીં ઈંદૌર આવીને માતાજીની મૂર્તિઓ બનાવશો તો નાણાની સાથોસાથ નામના પણ મળશે. બસ એ જ દિવસ અને એ ઘડીએ બગાળના આ મૂર્તિકારે પોતાનું વતન છોડ્યું અને ઈંદૌર આવીને અહીંના બંગાલી ચૌરાહા (બગાળી ચોક) વિસ્તાર પાસે જ નાનકડો એક તંબૂ નાખીને મૂર્તિ બનાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મૂર્તિઓને ખરીદનારા ગ્રાહકો ખુબ જ ઓછા મળતાં કારણ કે, એ સમયે ઈંદૌરમાં દૂર્ગાપૂજાનું કોઈ ખાસ એવું ચલણ ન હતું. ધીરે ધીરે સમય બદલાયો અને પાંચુ ગોપાલનું નસીબ પણ. ઈંદૌરી લોકો ગણેશોત્સવની સાથોસાથ દૂર્ગાપૂજાની પણ ઉજવણી કરતા થયાં. આદ્યશક્તિની ભકિતમાં ડૂબવા લાગ્યાં. એક સમયે પૂરા નવરાત્રિ મહોત્સવમાં માત્ર 10 થી 12 મૂર્તિઓ વેંચીને પોતાનું ગુજરાન ચલાવનાર પાંચુ ગોપાલ હવે 100-150 મૂર્તિઓ બનાવવા લાગ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે, પાંચુ ગોપાલ આ કામમાં એકલા પહોંચી શકતા નથી તેમણે મૂર્તિ બનવવા માટે અન્ય છ કારીગરોને કામ પર રાખ્યાં છે. ઈંદૌરમાં રોજી-રોટી મળી રહેતા બગાળના અન્...

ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?

Image
નવરાત્રિ એટલે યુવાઓનો પર્વ. ઢોલના ઢબકારે અને તાલીઓના સથવારે ઝૂમવાનો પર્વ. હાથથી હાથ મિલાવીને ગરબે રમવાનો પર્વ. નવ દિવસ સુધી આનંદ-કિલોલ કરતા અને એક બીજાના સંગાથે ડાંડિયાના તાલ મિલાવતા-મિલાવતા ક્યારેક ક્યારેક આ યુવાઓના દિલના તાર પણ એક-બીજા સાથે મળી જતાં હોય છે. આ નવ દિવસમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા આ રંગરસીયાઓ પ્રેમના નામે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનો ભોગ અંતે માત્ર અને માત્ર યુવતીઓને બનવું પડે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો એ વાત આપને જરૂર જાણવા પડશે કે, નવરાત્રિ પૂર્ણ થયાં બાદ યુવતીઓમાં ગર્ભપાતના કેસોમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. હવે તો અહીંના ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે પણ એ વાત સ્વીકારી છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભપાતમાં કેસોમાં આશરે 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. અહીં પ્રશ્ન જરૂર થાય છે કે, આખરે એવા તે ક્યાં કારણો છે જેના કારણે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યાં છે. સુંદર દેખાવાની હોડ ? નવ દિવસ સુધી અન્ય સ્ત્રીઓથી ચડિયાતી દેખાવાની લહાયમાં યુવતીઓ ભપકાદાર મેકઅપ અને પરિધાન પહેરે છે જે કોઈ પણ યુવકનું...

ક્યાં છે એ કાગડો...?

Image
''હજુ પણ યાદ છે શૈશવના એ સ્મરણો જ્યારે ગામમાં આવેલા અમારા મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને દાદાની પડખે હું સૂતો રહેતો. સવાર પડતા જ જ્યારે સુરજ દેવતા પૂર્ણ કળાએ ખિલતા ત્યારે તેમના તેજસ્વી પ્રકાશથી નાની નાની મારી આંખો ખુલતી.ફળિયામાં જ દાદાએ પશુ-પક્ષીઓને ચણવા માટે એક ચબુતરો બનાવડાવેલો જ્યાં કાબર, કાગડો, પોપટ, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ પોતાનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરવા આવી ચડતા. આ બધા પશુઓના મધુરવ કલરવ વચ્ચે કાગડાનો કાં...કાં...કાં જેવો કર્કશ અવાજ એક એલાર્મ ક્લોકનું કામ કરતો અને ન ઈચ્છવા પડતા આ અવાજથી ત્રસ્ત થઈને મારે ઉઠવું પડતું. અચાનક જ એ કાગડો ઘરના નળિયા પર બેસીને કાં..કાં કરવા લાગતો ત્યારે પોતાના એક હાથે નાકમાં છીંકણી ભરીને કાગડા તરફ ઘરડી આંખોને ફેરવીને મારી દાદી પોતાની વહૂઓ એટલે કે મારી મમ્મી અને કાકીઓને કહેતી કે, 'આજે ઘરે કોઈ મહેમાન આવવાનું છે, જલ્દી રસોઈ બનાવી રાખશો જુઓને આ કાગડો સવારથી કાં..કાં કરી રહ્યો છે.'' સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્ર...