Posts

કદી નહીં ભૂલાય માઈકલ જૈક્સન...!

Image
કિંગ ઑફ પૉપ'ના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારો પૉપ સ્ટાર માઇકલ જૈક્સન આજે આપણી વચ્ચે નથી. શુક્રવારે વહેલી સવારે લૉસ એંજેલ્સમાં હ્રદય રોગના કારણે એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિપજ્યું . માઈકલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. મીડિયામાં અવાર નવાર તેમની કેન્સરની બીમારીને લગતા સમાચારો આવી રહ્યાં હતાં ત્યારે અચાનક જ હ્રદય રોગનો હુમલાથી તેમના નિધનની ખબરો બહાર આવતા સમગ્ર સંગીત જગતમાં શોકની લહેર ફેલાઈ ચૂકી છે. આમ 50 વર્ષની ઉમરે એક મહાન સુપર સ્ટાર અને ડાન્સરનો અંત આવ્યો છે. આ મહાન ડાન્સરે જીવનપર્યત જેટલી વખત પોતાના ચહેરા સાથે છેડછાડ કરી તેના કરતા અનેક ગણી વખત પોપ મ્યુજિક ચહેરાને પણ પરિવર્તિત કર્યો હતો. કહેવામાં આવે છે કે આ સુપરસ્ટારે પોતાના નાકનું નવ વખત ઓપરેશન કરાવેલું કદાચ આટલું તો હોલીવુડ અથવા બોલીવુડની કોઈ અભિનેત્રીઓ પણ નહીં કરતી હોય. માઈકલે પોતાની દાઢી અને નેણના આકારમાં પણ પરિવર્તન કરાવ્યું તેને પોતાના ચહેરા અને ચામડીને પણ ઓપરેશન મારફત શ્વેત બનાવી. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ખુદ માઈકલનો કોઈ જૂનો ફોટો જોઈ શકો છો. તમે ઓળખી જ નહીં શકો કે આ માઈકલ જેકશન હોય શકે છે 30 વર્ષની ઉમરમાં માઈ...

''નકશો તો આપમેળે બન્યો''

Image
એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.'' તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી...

સમયની કીમત

આજના વ્યસ્ત જીવનમાં વ્યક્તિ હમેશા કહેતો ફરે છે કે, 'ભાઈ ટાઈમ ક્યાં છે ?'' આમ જોઈએ તો તેઓ સાચુ જ કહે છે. કારણ કે, આજના સમયમાં કોઈની પાસે સમય નથી. પરંતુ સમયની સાચી કીમત છે એ તમે જાણો છો ? ચાલો હું જ જણાવી દઉ. દરેક વ્યક્તિ માટે સમયની કીમત અલગ-અલગ પ્રકારે હોય છે. નીચા ઉદાહરણો જ તપાસી જુઓ.. એક મહિનાની કીમત એ માતાને પુછો જેણે એક પ્રીમેચ્યોર (અર્ધવિક્સીત) સંતાનને જન્મ આપ્યો. એક સપ્તાહની કીમત કોઈ સાપ્તાહિક વર્તમાન પત્રને સંપાદકને પુછો. એક કલાકની કીમત પ્રેમીઓને પુછો જેઓ એકબીજાને મળવા માટે હમેશા આતુર રહે છે. એક મિનિટની કીમત એ વ્યક્તિને જઈને પુછો જેની ટ્રેન છુટી ગઈ છે. એક સેક્ન્ડની કીમત એને પુછો જે દુર્ઘટનાનો ભોગ બનતા બચ્યો છે. એક મિલી સેકન્ડની કીમત એ વ્યક્તિને પુછો જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું છે.

'અટામણ' અને મારો પરિચય...

મિત્રો મારુ નામ જનકસિંહ ઝાલા છે. વ્યવસાયે પત્રકાર છું. રાજકોટના દૈનિક વર્તમાન પત્ર ફૂલછાબમાં કાર્યરત છું. આજે તમારે સામે એક નવો ગુજરાતી બ્લોગ લઈને આવી રહ્યો છું. નામ થોડુ વિચિત્ર જરૂર રાખ્યું છે 'અટામણ'. તમે બધા અટામણ શબ્દનો સાચો અર્થ તો જાણતા જ હતો. ચાલો હું જણાવી દઉ. 'અટામણ' એટલે રોટલી, થેપલા વણવા સાથે વપરાતો અને અંતે નકામો જતો કોરો લોટ. મગજમાં આ શિર્ષક જ ઉચિત લાગ્યું. કારણ કે, અહીં રોટલી, થેપલા અર્થમાં મેં મારા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને ધ્યાનમાં રાખી અને નકામા લોટ ને સ્થાને આ માહિતીની બાદ બાકી રહેતો ઉપસંહાર કેન્દ્રસ્થાને રાખ્યો.બની ગયુંને અટામણ...